Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પાટીદાર વુમન્સ ગ્રુપના અગ્રણી કાજલબેન આદ્રોજાના જન્મદિવસની સેવાકીય કાર્યોથી ઉજવણી કરાઈ

મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપના અગ્રણી કાજલબેન આદ્રોજાના જન્મદિવસની સેવાકીય કાર્યોથી ઉજવણી કરાઈ

મોરબી : જન્મદિવસની ઉજવણીમાં મસમોટા ખર્ચાઓ કરવામાં આવે છે પણ પાટીદાર વુમન્સ ગૃપ દ્વારા ખોટા ખર્ચને બદલે લોકોને ઉપયોગી થાય તે માટે અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પાટીદાર વુમન્સ ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે નબળા વર્ગના લોકોને રાશન કીટ આપી ઉજવણી કરવામાં આવી હતી

મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપના અગ્રણી કાજલબેન આદ્રોજાના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યોથી તે થાય માટે ગ્રુપના સભ્યોએ મોરબીના રેન બસેરા વસતા લોકોને રાહત મળે અને પોતાનું ગુજરાન સરળતાથી ચલાવી શકે તે માટે રાશન કીટ ની વિતરણ કરવામાં આવ્યો હતું જેમાં ૧૩૦ જેટલા લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવતા તેઓના ચેહરા પર ખુશી જોવા મળી હતી.

સેવાકીય કાર્યમાં સહભાગી થનાર પાટીદાર વુમન્સ ગ્રુપના સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા,નીરૂબેન, ચંદાબેન કાબરા અને આશાબેન સહિતના સભ્યો જોડાયા હતા. તેમજ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધોગ કેળવણી સંસ્થા સંચાલિત મહારાણી શ્રી નંદકુવર બા આશ્રય ગૃહ ઉપસ્થિત કાર્યકર પ્રતિનિધિ અસ્મિતા ગોસ્વામી અને પરેશભાઈ ત્રિવેદી તથા આશ્રય ગૃહ સંચાલક ટીમ મેમ્બર્સ પણ ઉપસ્થિતિ રહ્યાં હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments