Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાએ દિવાળીના સુશોભન માટે લગાવેલી લાઈટોની ચોરી

મોરબી મનપાએ દિવાળીના સુશોભન માટે લગાવેલી લાઈટોની ચોરી

સર્કિટ હાઉસથી મહારાણા પ્રતાપ સર્કલ વચ્ચે ડિવાઈડર વચ્ચે લગાવેલી લાઈટો અને વાયર કોઈક ઉઠાવી ગયા : પોલીસને જાણ કરાઈ

મોરબી : મોરબીમાં ચોંકાવનારી શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મહાપાલિકાએ દિવાળીના સુશોભનની જે લાઈટો લગાવી છે. આ લાઈટો જ કોઈક ચોરી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો મહાપાલિકાએ આ મામલે પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી મહાપાલિકા દ્વારા દિવાળીના પર્વે રાજકોટ અને અમદાવાદ મહાપાલિકાની જેમ અનેક રોડ ઉપર સુંદર લાઇટિંગનું સુશોભન કરવામાં આવ્યું છે. જેથી લોકો દિવાળીના માહોલને માણી શકે. પણ આ દરમિયાન આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાકાંઠે સામાકાંઠે સર્કિટ હાઉસથી મહારાણા પ્રતાપ સર્કલ વચ્ચે મેઈન ડિવાઈડર ઉપર લગાવેલી 40 પામ અને એલઇડી લાઈટ વાયર સાથે કોઈક ચોરી ગયું છે.

આ અંગે જાણ થતાં જ મહાપાલિકાની ટીમે બી ડિવિઝન પોલીસમાં જાણવા જોગ અરજી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં હજુ પણ સીવીક સેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આઈ લવ મોરબીનો સેલ્ફી પોઇન્ટ મહાપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેને બેથી ત્રણ વખત કોઈએ નુકસાન પહોંચાડ્યું હતું. તેવામાં ફરી સુશોભનની લાઈટ ચોરી થયાની શરમજનક ઘટના બની છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments