મોરબી : માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામે રહેણાક મકાનમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી બહારથી જુગાર રમવા આવેલ છ આરોપીઓ તેમજ જુગારધામ સંચાલક મકાન માલિક સહિત સાત આરોપીઓને રોકડા રૂપિયા 40,200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
માળીયા મીંયાણા પોલીસને બાતમી મળી હતી કે કુંભારીયા ગામે રહેતો આરોપી જેસીંગભાઇ મહાદેવભાઇ દેગામા પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીને આધારે પોલીસે કુંભારીયા રેઇડ કરતા આરોપી જેસીંગભાઇ મહાદેવભાઇ દેગામા રહે.ગામ કુંભારીયા, જયંતીભાઇ રામજીભાઇ કૈલા, નાથાભાઇ શંકરભાઇ દેગામા, ત્રિકમજીભાઇ રામજીભાઇ પંચાસરા, ભગવાનજીભાઇ બચુભાઇ ધામેચા રહે.ખાખરેચી, કિશોરભાઇ હરજીભાઈ મેવાડા રહે. ખાખરેચી અને રાજેશભાઈ ગોવિંદભાઇ ધંધાણીયા રહે.ખાખરેચી નામના શખ્સો તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે જુગાર સ્થળેથી રોકડા રૂપિયા 40,200 રોકડા કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.











