મયુર રાવલ હળવદ
હળવદ તાલુકા માંથી સતવારા સમાજની 10 ટીમોએ ભાગ લીધો હતો
હળવદ તાલુકા સતવારા સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ-2, 2025 નું આયોજન શ્રી બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડ નવા વેગડવાવ ખાતે બે દિવસય તારીખ 25,26-10-2025 ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં હળવદ તાલુકા સતવારા સમાજના ગામોની કુલ 10 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતો જેમાં ફાઈનલ મુકાબલો ઉદગમ ઈલેવન હળવદ અને રામભરોસે ઈલેવન લીલાપર વચ્ચે મેચ યોજાઇ હતી જેમાં ઉદગમ ઇલેવન હળવદ ચેમ્પિયન બન્યું હતું, રામભરોસે ઈલેવન લીલાપર રનર્સ અપ બની હતી, આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે હળવદ તાલુકાના આયોજકો એમાં પ્રવીણભાઈકણઝરીયા,સનીભાઈ દલવાડી,મહિપતભાઈ ચાવડા,ઈતેશભાઈ રાઠોડ,સહદેવ ભાઈ(નિલો) સોનગરા , ગોપાલ હડીયલ,અશ્વિનભાઈ તારબુદીયા.વિનોદભાઈ તાર બુંદીયા સહિતના યુવાન એ ભારે જહેમત ઉઠાવી હતી…

















