Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઘુંટુ ગામે ધમધમતા 15 દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવા રજૂઆત

મોરબીના ઘુંટુ ગામે ધમધમતા 15 દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવા રજૂઆત

મોરબી તાલુકાના ઘૂંટુ ગામના રહેવાસી જયંતિભાઈ કેશુભાઈ ચૌહાણ દ્વારા ઘુંટુ ગામમાં ચાલી રહેલા દારૂના આશરે 15 અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અગાઉની રજૂઆતો પર કોઈ કાર્યવાહી ન થતા, અરજદારે આ દારૂના વેચાણને કારણે ફેલાયેલા ભય અને સામાજિક અસુરક્ષા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થવાથી સમાજમાં ભયનું વાતાવરણ છે, બહેન-દીકરીઓની આબરૂ સલામત નથી, ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે અને બાળકોને પણ ખરાબ પ્રેરણા મળી રહી છે. આ દારૂના અડ્ડાઓને કારણે સામાન્ય નાગરિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. અરજદારે સમાજ સુરક્ષાના ભાગરૂપે આ દારૂના અડ્ડાઓ બંધ કરવા યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે. સાથે જ, જો આવનારા 15 દિવસની અંદર આ અડ્ડાઓ બંધ નહીં થાય, તો ચમત્કારિક કાર્યક્રમો આપવાની અને તેની શરૂઆત ‘જનતા રેડ’થી કરવાની ઉગ્ર ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments