મોરબી અને માળીયા મિયાણામાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુગારધારાના ત્રણ અલગ અલગ દરોડા પાડતા જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા તથા જુગારનું સાહિત્ય કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ, પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે જુના ઘુંટુ રોડ પર સિમ્પોલો સિરામિક નજીકથી અરુણભાઈ રાજુભાઇ તળપદા (રહે. લાલપર ગામ)ને વરલીનો જુગાર રમાડતા ઝડપ્યો હતો. પોલીસે ત્યાંથી રોકડા રૂપિયા રૂ.420 કબ્જે કર્યા હતા.
બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે મોટી બજારમાં વરલીના આંકડા લઈને જુગાર રમાડતા અયુબ ઉમરભાઈ સામતાણી (રહે. કોળીવાસ, માળીયા)ને રોકડા રૂપિયા ₹2,220 સાથે ઝડપી લીધો હતો.
ત્રીજા દરોડામાં માળીયા પોલીસે સરકારી હોસ્પિટલ જવાના માર્ગે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા લતીફભાઈ હૈદરભાઈ કાજેડીયાને રોકડા રૂપિયા રૂ.250 અને જુગારનું સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.










