મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર ચોકડીથી ઘર તરફ આવી રહેલા બે બાઈક સવાર યુવાનોને ટ્રક ચાલકે જાંબુડિયા ઓવરબ્રિજ નજીક હડફેટે લેતા બન્ને બાઈક સવાર યુવાનના મોત નિપજ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતના આ બનાવમાં 15 દિવસ બાદ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.15ના રોજ શંકરભાઇ તેમજ કરણસિંગ નામના યુવાન પોતાના એમપી – 45 – ઝેડએફ – 9629 નંબરના બાઈક ઉપર રફાળેશ્વર ચોકડીથી પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે – 03 – બીવાય – 8431 ના ચાલકે જાંબુડિયા ઓવર બ્રિજ નજીક સર્વિસ રોડ ઉપર હડફેટે લઈ અકસ્માત સર્જતાં બન્નેના મૃત્યુ નિપજ્યા હતા.બનાવ અંગે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે એકતા નગરમાં રહેતા મનીષભાઈ દિતિયાભાઈ ગોયલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










