Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રૂ.1.29 કરોડના વિદેશી દારૂ-બિયરના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો

મોરબીમાં રૂ.1.29 કરોડના વિદેશી દારૂ-બિયરના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો

મોરબી સિટી એ, સિટી બી, મોરબી તાલુકા અને ટંકારા પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયેલા રૂ.૧.૨૯ કરોડના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો આજે નિયમોનુસાર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે.

મોરબી સિટી એ, સિટી બી, મોરબી તાલુકા અને ટંકારા પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયેલા રૂ.૧.૨૯ કરોડના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો આજે નિયમોનુસાર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લાના મોરબી સિટી એ ડીવીઝન, મોરબી સિટી બી ડીવીઝન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશના ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલ પ્રરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયર નાશ કરવા નામદાર કોર્ટમાથી મંજુરી મળતા અધિકારીઓની હાજરીમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાછળ રફાળેશ્વર પાનેલી જતા રોડ પર આવેલ વીડી વાળી ખરાબાની જમીનમાં દારૂ તથા બીયરનો નાશ કરવામાં આવ્યો છે.

જેમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ૨૨ ગુનામાં પકડાયેલ કુલ બોટલ નંગ-૮૧૧૧ રૂ.૯૭,૭૯,૨૯૫/-, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ૧૭ ગુનામાં પકડાયેલ કુલ બોટલ નંગ-૫૯૬ રૂ.૭,૩૯,૨૨૩/-, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ૨૬ ગુનામાં પકડાયેલ બોટલ નંગ ૨૨૪૫ રૂ.૧૫,૬૯,૦૦૮/-તથા ટંકારા પોલીસ સ્ટેશનના ૦૫ ગુનામાં પકડાયેલ બોટલ નંગ- ૩૧૭ રૂ.૮,૪૦,૨૫૭/- મળી કુલ ૧૧૨૬૯ દારૂ-બિયર જેની કિંમત રૂ.૧,૨૯,૨૭,૭૮૩નો નાશ કરવામા આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments