મોરબી: દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, 31 ઓક્ટોબર, 2025 ના રોજ મોરબીમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણીના ભાગરૂપે “એકતા દોડ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ એકતા દોડ સવારે 07:45 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી શરૂ કરીને નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી પહોંચશે.
મોરબી જિલ્લા પોલીસ, મોરબી મહાપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ દોડનો હેતુ લોકોમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવવાનો છે. ત્યારે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં અને દેશની એકતાને વધુ મજબૂત કરવાના આ પ્રયાસમાં તમામ જાહેર જનતાને ઉત્સાહભેર જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.











