Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાન બદલ વળતર ચુકવવા...

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાન બદલ વળતર ચુકવવા માંગ

મોરબી : હાલ મોરબી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. ત્યારે આ પાકના નુકસાન બદલ ખેડૂતોને સર્વે કરાવ્યા વગર તાત્કાલિક વળતર આપવાની માંગ સાથે બિલિયાના પૂર્વ સરપંચ કાંતિભાઈ એમ.પેથાપરા દ્વારા માંગ ઉઠાવામાં આવી છે.

તેઓએ જણાવ્યું છે કે 23-10-2025ને સોમવારે મોરબી શહેર તેમજ મોરબી જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડેલ છે. આ ગામો જેવા કે, બિલિયા, બગથળા, કાંતિપૂર, માણેકવાડા, વિરપરડા, મેઘપર, બરવાળા વગેરે ગામોમાં 2.5 થી 3 ઇંચ સુધી કમોસમી વરસાદ થયો છે. આ વિસ્તારમાં 90% કપાસ, 5 % મગફળી તથા 5% ઘાસચારનું વાવેતર થયેલ છે. કપાસ અત્યારે પ્રથમ વીણ કરવાની અવસ્થાએ હતો. તેવા સમયે માવઠું થતા કપાસ- રૂ જમીન પર પડી ગયું છે. કપાસમાં પાણી પડવાથી કપાસ પીળો તથા કાળો પડી ગયો છે. વધારે વરસાદના કારણે કપાસમાં રહેલા કપાસિયા પણ ઉગવા લાગ્યા છે. આમ પારાવાર નુકસાન થયું છે.

આ ઉપરાંત મગફળીની પણ પાકવાની અને કાઢવાની પ્રક્રિયા ચાલુ હોવાથી 100% નુકસાન થયેલ છે. ત્યારે કૃષિ પાક ધિરાણ ખરીફ 2025 100% માફ કરવા તેમજ તાત્કાલિક સર્વે કર્યા વગર સરકારી ધારા ધોરણો મુજબ વધારેમાં વધારે વળતર આપવા સરકાર સમક્ષ માંગ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments