Saturday, July 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કોર્પોરેટર ભૂપત જારિયાની જાહેરાત: પગારમાં પોતાની રકમ ઉમેરી સમાજસેવામાં કરશે ખર્ચ

મોરબીના કોર્પોરેટર ભૂપત જારિયાની જાહેરાત: પગારમાં પોતાની રકમ ઉમેરી સમાજસેવામાં કરશે ખર્ચ

મોરબી મહાનગરપાલિકા ખાતે ગઈકાલે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભા દરમિયાન કોર્પોરેટરોના વેતન અને ભથ્થા અંગે મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. આ બેઠક બાદ મોરબી મહાનગરપાલિકાના વોર્ડના કોર્પોરેટર ભૂપત જારિયા દ્વારા એક પ્રશંસનીય અને મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ભૂપત જારિયાએ જણાવ્યું છે કે, મહાનગરપાલિકા તરફથી તેમને કોર્પોરેટર તરીકે જે પણ વેતન કે ભથ્થું મળશે, તે તમામ રકમ તેઓ લોકસેવા માટે વાપરશે. એટલું જ નહીં, તેમને મળનારા પગાર-ભથ્થાની રકમમાં તેઓ પોતાના અંગત તેટલી જ સરખી રકમ ઉમેરશે. આમ, આ ડબલ થયેલી રકમ મોરબીના સારા સામાજિક કાર્યો, શિક્ષણ અને સેવાકીય સંસ્થાઓ માટે વાપરવામાં આવશે. આ સાથે જ તેઓ દર મહિને આ નાણાં ક્યાં વપરાયા છે તેનો હિસાબ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કરીને જનતાને પણ માહિતગાર કરશે.

ભૂપત જારિયાએ આ નિર્ણય પાછળ તેમના પિતા લાખાભાઈ મગનભાઈ જારિયાના જીવનમાંથી મળેલી પ્રેરણાને મુખ્ય કારણ ગણાવ્યું છે. ભૂપત જારિયાના પિતા લાખાભાઈ જારિયા જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા, ત્યારે તેઓ નગરપાલિકાની ઓફિસમાં ચા-પાણીનો જે પણ ખર્ચ થતો તે પોતાના પર્સનલ ખિસ્સામાંથી ભોગવતા હતા અને નગરપાલિકા પર કોઈ બોજ પડવા દેતા નહોતા. પ્રમુખ તરીકે મળતી સરકારી ગાડીનો પણ તેમણે સ્વીકાર કર્યો નહોતો અને પોતાની પર્સનલ કારનો જ ઉપયોગ કરતા હતા.ત્યારબાદ, ભારતીય જનતા પાર્ટી (BJP) મોરબી શહેર પ્રમુખ તરીકેની જવાબદારી દરમિયાન પણ તેમણે પક્ષ કાર્યાલય પોતાની જ પ્રિમાઇસીસ (જગ્યા) પર રાખ્યું હતું. પક્ષના નાના-મોટા કાર્યક્રમો હોય કે સ્થાનિક સ્વરાજ્ય, લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓ હોય, તેમણે હંમેશા તન, મન અને ધનથી પક્ષ પ્રત્યે વફાદારી અને નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી હતી. પિતાના આ જ માર્ગ પર ચાલીને હવે ભૂપત જારિયા પણ કોર્પોરેશનમાંથી મળતા પગાર-ભથ્થાને લોકહિતના કાર્યોમાં વાપરવા જઈ રહ્યા છે. તેમ યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments