Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આજે દાદા ભગવાનના જન્મજયંતી મહોત્સવના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ઉપસ્થિત નહિ રહે...

મોરબીમાં આજે દાદા ભગવાનના જન્મજયંતી મહોત્સવના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ઉપસ્થિત નહિ રહે…

મોરબીમાં આજથી દાદા ભગવાનના 118મા જન્મજયંતી મહોત્સવનો પ્રારંભ થવાનો છે. તા. 9 નવેમ્બર સુધી રવાપુર-ઘુનડા રોડ પર 32 લાખ ચોરસ ફૂટના વિશાળ ક્ષેત્રમાં આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે મુખ્યમંત્રી પધારવાના હતા પણ તેઓની વિઝીટ અંતિમ ઘડીએ રદ થઈ છે.

જન્મજયંતી મહોત્સવનો શુભારંભ 3 નવેમ્બરના રાતે 8-30 વાગ્યે દીપકભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દીપ પ્રગટાવીને થવાનો હતો. પરંતુ મુખ્યમંત્રી અનિવાર્ય સંજોગોના કારણે હાજરી ન આપવાના હોવાનું હાલ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ આ પ્રસંગે દાદા ભગવાનના જીવનચરિત્ર પર આધારિત પુસ્તક શૃંખલા “જ્ઞાની પુરુષ”ના ભાગ 6 નું દીપકભાઈના હસ્તે વિમોચન કરવામાં આવશે. આ શુભ અવસરે દીપકભાઈના આશીર્વચન યોજાશે. ત્યારબાદ મહોત્સવને અનુરૂપ, દાદા ભગવાનની મૌલિક સમજણને વણી લેતું એક નાટક અને નાના બાળકોનું સમૂહ નૃત્ય યોજાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments