મોરબી : મોરબી જિલ્લા કોળી ઠાકોર ગ્રુપ અને સમસ્ત બાબરીયા પરિવાર દ્વારા ટંકારા નજીક આવેલા બાબરીયા સુરાપુરાધામ, ટોળ-અમરાપર રોડ, નદી કાંઠે એક ભવ્ય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૦/૦૨/૨૦૨૬ (મંગળવાર) ના રોજ યોજાનારા આ સમૂહલગ્નમાં ૨૬ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. હાલમાં દીકરા-દીકરીઓની લગ્ન નોંધણી તેમજ કરિયાવર લખવાની કામગીરી ચાલુ છે.
આ સ્થળનું મહત્વ એ છે કે તે લગભગ નવસો વર્ષ પહેલાંના કોળી ઠાકોર બાબરીયા કુળના મહાન શૂરવીર દેવજીદાદાની ખાંભીનું ધામ છે, જે હવે બાબરીયા સુરાપુરાધામ તરીકે ઓળખાય છે. આ ભવ્ય ઈતિહાસને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે આ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
આ સમૂહલગ્નમાં જોડાનાર નવદંપતિઓને કરિયાવરમાં ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવશે. જાનૈયાઓ, માંડવીયાઓ અને જ્ઞાતિજનો માટે ભોજન સમારંભની વ્યવસ્થા રાખેલ છે, તેમજ લગ્નગીત અને શણગારેલ લગ્ન મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમૂહલગ્નના મુખ્ય આયોજક અને દાતા દીપકભાઈ બાબરીયા છે.
સમૂહલગ્નમાં જોડાવા ઈચ્છતા પરિવારોને બાબરીયા સુરાપુરાધામ, ટોળ-અમરાપર, ટંકારા ખાતેથી વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ મેળવી લેવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો. ૯૯૨૪૯ ૨૨૭૨૪ અને ૯૧૦૬૫ ૧૮૧૮૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.








