Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ રાજકીય પક્ષોને યોગ્ય માહિતી અપાઈ

મોરબીમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ રાજકીય પક્ષોને યોગ્ય માહિતી અપાઈ

કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી મીટીંગમાં તમામ રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા

મોરબી: આજે તારીખ 11 નવેમ્બરના રોજ 5 કલાકે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ માન્ય રાજકીય પક્ષોને ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અન્વયે વિગતવાર સમજૂતી આપવા મીટીંગ કરવામાં આવી હતી. જેમાં બુથ લેવલ એજન્ટ (BLA)ની નિમણૂક કરી BLO સાથે રહી મતદારોને વધુમાં વધુ સહકાર મળી રહે તે માટે ચર્ચા કરવામાં આવી હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

આ અંગે મોરબી જિલ્લા ભાજપના હસુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સરસ માર્ગદર્શન મળ્યું હતું. જેમાં કાર્યક્રમ અંગેની ખૂબ જ તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ મિટિંગમાં તમામ રાજકીય પક્ષોને સાથે રાખીને ચર્ચા કરવામાં આવી હતી. અમોને તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે. આગામી દિવસોમાં વધુમાં વધુ ફોર્મ ભરાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજની મિટિંગમાં BLO અને BLO-2 અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અમે રાજકીય પક્ષોના લોકો પણ તેઓને સાથ સહકાર આપીને કામગીરી કરીશું.

બહુજન સમાજ પાર્ટીના મોરબી જિલ્લા મહિલા પ્રમુખ ભાગ્યશ્રીબેન ચૌહાણએ પણ જણાવ્યું હતું કે, આજની આ મીટીંગમાં અમને SIR વિશે માહિતી આપવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત અમે પણ લોકો વધુ ને વધુ જાગૃત બને તેવા પ્રયાસો કરીશું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments