Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો.

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો.

મોરબી ઇન્ડિયન લાપોનેસ ક્લબ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ હતું .જેમાં નવા વર્ષનું સ્નેહમિલન ,નસંસ્થા સાથે વર્ષ 2017 થી સંકળાયેલા મોરબીના પત્રકાર ભાઈઓનું સન્માન તેમજ વર્ષ 2025 26 ના નવનિયુક્ત પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા તથા તેમની ટીમનો શપતગ્રહણ સમારોહ યોજાયો હતો. વર્ષ 2025 26 માં પ્રેસિડેન્ટ તરીકે ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા, સેક્રેટરી તરીકે મનીષાબેન ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સાધનાબેન ઘોડાસરા, પુનમબેન હિરાણી કામિનીબેન સિંહ તેમજ ટ્રેઝરર તરીકે પ્રીતિબેન દેસાઈએ શપથ લીધા હતા. ક્લબ ના ફાઉન્ડર એવા શોભનાવા ઝાલાએ સૌને તન- મન -ધનથી સમર્પિત થઈને મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મોરબી શહેરની જનતાને ઉપયોગી થાય તેવા સેવાકીય કાર્યો તેમજ મહિલાઓના વિકાસ માટેના કાર્યો કરવાના શપથ લેવડાવ્યા હતા. ગઈ ટર્મ ના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા ને પ્રેસિડેન્ટ તરીકેની પિન પહેરાવી તેમને નવા વર્ષની જવાબદારી હોશ પૂર્વક શોપી હતી તેમજ બધા સાથે મળી મોરબી ઇન્ડિયન લાયોનેસ ને વધારે ને વધારે ઊંચાઈએ લઈ જઈશું તેમ જણાવી પોતાની ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ એટલે કે આઈ પી પી તરીકેની જવાબદારી સ્વીકારી હતી.

કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન દેસાઈ તેમજ નયનાબેન બારાએ કર્યું હતું. આ ઉપરાંત સંસ્થાના મેમ્બર એવા કવિયત્રી માલાબેન કકડના નવા પુસ્તક

“કાવ્યમાલા” નું વિમોચન ને બિરદાવીને તેમનું પણ લાયોનેસ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે આપણા મોરબી શહેરને જેના માટે હંમેશા ગૌરવ હોય છે તેવા શ્રી કાંતિભાઈ અમૃતિયા ને મંત્રીમંડળમાં સ્થાન મળેલું હોઇ તેમને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપીને તેમનું સન્માન તેમજ અભિવાદન કર્યું હતું. કાર્યક્રમમાં શ્રી જિલ્લા ભાજપ પૂર્વ યુવા પ્રમુખ શ્રી જયરાજસિંહજી જાડેજાએ મુખ્ય અતિથિ તરીકે ખાસ હાજરી આપી હતી . અત્રે ઉપસ્થિત અતિથિઓમાં જેપી ભાઈ તેમજ ગીરીશભાઈ સરૈયાએ વર્ષ 2017 થી આ સંસ્થા દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. કાર્યક્રમમાં અન્ય અતિથિ તરીકે ડોક્ટર પ્રદીપ દુધરેજીયા સાહેબ, જગદીશભાઈ ઘોડાસરા, પ્રફુલાબેન કોટેચા તેમજ ભારતીબેન પુજારા એ ખાસ હાજરી આપી હતી

આ ઉપરાંત સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિઓને મોરબી શહેરના ખૂણે ખૂણા સુધી પહોંચાડી શહેરની જનતાને વધારે ઉપયોગી થઈ શકાય તેવા હેતુથી વર્ષ 2017  થી સતત સંકળાયેલા હોય તેવા તમામ પત્રકારોનું સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં પત્રકાર ભાઈઓએ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને હાજરી આપી હતી .ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ પ્રેસિડેન્ટ તરીકે શપથ લઇ પોતે ડોક્ટર તરીકેની કારકિર્દી ધરાવતા હોવાથી બની શકે તેટલા વધારે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ તેમજ સ્વદેશી ભાવનાને જાગૃત કરે તેવા કાર્યક્રમ કરશે તેવી બાહેધરી આપી હતી  અને સંસ્થાના તમામ સભ્યોને સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી.  કાર્યક્રમના અંતમાં સેક્રેટરી મનિષાબેન ગણાત્રાએ પધારેલ સર્વે અતિથિઓ તેમજ દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments