Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ આજથી ત્રીદિવસય BLC કેમ્પ

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ આજથી ત્રીદિવસય BLC કેમ્પ

મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 20, 21, 22 નવેમ્બરના રોજ સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી વિવિધ સ્થાને યોજાશે.

આજે તારીખ 20-11-2025 ને ગુરુવારના રોજ મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-1ની કચેરી (જુની નાની વાવડી ગ્રામ પંચાયત ઓફિસ, મોરબી) ખાતે તેમજ તારીખ 22/11/2025, શુક્રવારના રોજ મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-2ની કચેરી (જુની અમરેલી ગ્રામ પંચાયત ઓફિસ, મોરબી) અને 22/11/2025, શનિવારના રોજ મોરબી મહાનગરપાલિકા કલસ્ટર નં-3ની કચેરી (મહેન્દ્રનગર ગ્રામ પંચાયત ઓફિસ, મોરબી) ખાતે કેમ્પ યોજાશે.

આ કેમ્પ મેળામાં જે લાભાર્થીઓની વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી છે, તેઓ નોંધણી કરાવી શકશે. ખાસ કરીને, જે લોકો પાસે શહેરી વિસ્તારમાં ખુલ્લો પ્લોટ છે અથવા જેનું મકાન કાચું, અર્ધકાયું કે જર્જરિત છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે. લાભાર્થીઓ જૂનું મકાન પાડીને સરકારના ધારા-ધોરણો અને ગાઈડલાઈન્સ મુજબના નવા આવાસ બાંધકામ માટેના ‘ડિમાન્ડ સર્વે’માં પોતાની નોંધણી કરાવી શકશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 ના BLC ઘટક અંતર્ગત, નવા આવાસના બાંધકામ દીઠ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કુલ મળીને રૂ. 4,00,000 (રૂપિયા ચાર લાખ)ની માતબર સહાય મંજૂર કરવામાં આવશે. આ સહાયની રકમ લાભાર્થીને 4 (ચાર) હપ્તાઓમાં મળવાપાત્ર રહેશે. જે બાંધકામના વિવિધ તબક્કામાં ચૂકવવામાં આવશે. આર્થિક સહાયનો આ મોટો હિસ્સો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગુણવત્તાયુક્ત આવાસ બનાવવામાં મોટી રાહત આપશે. તો લોકોને આ કેમ્પનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments