Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રીક્ષા હટાવવાનું કહી તોડફોડ કરી રિક્ષાચાલક ઉપર હુમલો

મોરબીમાં રીક્ષા હટાવવાનું કહી તોડફોડ કરી રિક્ષાચાલક ઉપર હુમલો

રિક્ષામાં પથ્થરો મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં રીક્ષા હટાવવાનું કહી એક શખ્સે રિક્ષાચાલકને પથ્થરો મારી તેમજ રિક્ષામાં નુકસાન કરીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હોવાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભડીયાદ ગામના રામાપીરના ઢોરા પાસે રહેતા મુળજીભાઈ શામજીભાઈ વઘોરા ઉ.વ. ૪૨એ આરોપી પ્રભુ ઉર્ફે ઉદય કોળી રહે.મોરબીવાળા વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.20ના રોજ ભડીયાદ કાંટા પાસે સરકારી શાળા સામે રીક્ષા સ્ટેન્ડ પર પોતાની રીક્ષા નં. GJ-03-AX-9710 લઇને ઉભા હતા તે દરમિયાન આરોપીએ રીક્ષા અહિથી લઇ લેવાનુ કહ્યું હતું. ફરીયાદીએ પોતાની રીક્ષા ના લેતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇને ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરીને રીક્ષા પર પથ્થર મારીને રીક્ષાના કાચ તોડી નાખ્યા હતા. આ દરમિયાન ફરીયાદી આરોપી પાસે જતા આરોપીએ બીજો પથ્થર ફરીયાદીને મારતા ફરીયાદીને જમણા હાથના કાંડામા ફેકચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ ઝપાઝપી કરી મુઢ ઇજા પહોંચાડી હતી. આ ફરિયાદના આધારે બી ડિવિઝને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments