વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે દરગાહ પાછળ આવેલ એશિયન રીફેક્ટરી કારખાનાના ગ્રાઉન્ડથી કોઈ અજાણ્યા તસ્કર રૂપિયા 12 લાખની કિંમતનું જ્હોન ડિયર કંપનીનું જીજે – 36 – એસ – 3691 નંબરનું ટ્રેકટર ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ ટ્રેકટર ચોરીની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.








