મોરબી : આવતીકાલે 26 નવેમ્બરના રોજ ભારતનો બંધારણ દિવસ છે. આ દિવસે દેશનું બંધારણ જે સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આધારિત છે, તેના રક્ષણ માટે મોરબી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો હેતુ વર્તમાન સમયમાં બંધારણીય સંસ્થાઓની નિષ્પક્ષતા સામે ઊભા થયેલા સવાલો અને નાગરિકોના અધિકારોની રક્ષાના મુદ્દે દેશમાં ચિંતાના માહોલને લઈ ‘સંવિધાન બચાવો દિવસ’ના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ અંતર્ગત સવારે 10:00 કલાકે મોરબીના ગાંધી ચોક, સિવિલ હોસ્પિટલની સામે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે, અને ત્યારબાદ બંધારણના આમુખનું વાંચન થશે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરજાદા, કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર-તાલુકા પ્રમુખો તથા ફ્રન્ટલ સેલના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના તમામ કાર્યકરોને આ રાષ્ટ્રિય મહત્ત્વના કાર્યક્રમમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.










