Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સફાઈ કર્મીઓ સાથે મિત્રતા દિવસની અનોખી ઉજવણી 

ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સફાઈ કર્મીઓ સાથે મિત્રતા દિવસની અનોખી ઉજવણી 


સફાઈ કામદારોને નાડાછડી પહેરાવીને મીઠાઈના બોક્સ આપીને આભાર વ્યક્ત કરાયો

મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ચાર ઓગસ્ટના દિવસે મિત્રતા દિવસની ઉજવણી સફાઈ કામદારને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નાડાછડી પહેરાવીને મીઠાઈના બોક્સ આપીને તેમનો આભાર વ્યક્ત કરીને કરવામાં આવી હતી.

હર હંમેશ આપણા શહેરને સ્વચ્છ રાખતા એવા ૫૧ સફાઈ કામદારોનો આભાર વ્યક્ત કરવા માટે આ વિશેષ દિવસે મોરબી ઇન્ડિયન લાયોનેસની બહેનોએ પ્રોજેક્ટ કરતા સફાઈ કામદારોએ પણ ભાવવિભોર બની બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રોજેક્ટના દાતા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા હતા.

આ સાથે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ એક ફેમિલી ક્લબ હોવાથી બધા બહેનોએ સાથે મળીને ઇડન હિલ ખાતે વન-ડે પિકનિકની પણ મોજ માણી હતી. પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments