Sunday, October 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસબસિડીની અરજીમાં બેદરકારી દાખવનાર બેંકને 2.67 લાખનો દંડ ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ...

સબસિડીની અરજીમાં બેદરકારી દાખવનાર બેંકને 2.67 લાખનો દંડ ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ આયોગનો આદેશ

મોરબી ડેઈલી : મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા તાજેતરમાં ગ્રાહકની તરફેણમાં એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. સબસિડીની અરજી નિયત સમયમાં અપલોડ ન કરવા બદલ જના સ્મોલ ફાઇનાન્સ બેંકની બેદરકારી સામે આયોગે ગ્રાહકની ફરિયાદ મંજૂર કરી છે અને બેંકને ગ્રાહકને રૂપિયા 2,67,000 ની રકમ વ્યાજ સહિત ચૂકવી આપવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીએ 29/11/2020 ના રોજ જના સ્મોલ ફાઇનાન્સ બેંક પાસેથી હોમલોન લીધી હતી. આ લોન અન્વયે ફરિયાદી સરકારની યોજના હેઠળ સબસિડી મેળવવા માટે પાત્ર હતા. પરંતુ બેંક અને તેના સંબંધિત મેનેજર કે એજન્ટો દ્વારા આ સબસિડીની અરજી નિયત સમયમર્યાદામાં અપલોડ કરવામાં બેદરકારી અને વિલંબ દાખવવામાં આવ્યો હતો. જેના લીધે ફરિયાદીને સરકારી સબસિડીના લાભથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો.

આ મામલે ફરિયાદીએ બેંક અને તેના કર્મચારીઓની બેદરકારી અને સેવામાં ક્ષતિ અંગે ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. દલીલોને ધ્યાને લઈને મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે 27/07/2026 ના રોજ આપેલા ચુકાદામાં જના સ્મોલ ફાઇનાન્સ બેંક વિરુદ્ધની ફરિયાદ મંજૂર કરી હતી. આયોગે બેંકને સબસિડીની રકમ વ્યાજ સાથે અને કાનૂની ખર્ચ સહિત ફરિયાદીને ચૂકવી આપવા હુકમ ફરમાવ્યો છે.

આ સમગ્ર કેસમાં ફરિયાદી તરફથી મોરબીના યુવા વકીલ યોગેશ આર. પારેજીયા, હર્ષ એ. ભીમાણી, બી. બી. વીંઝવાડિયા અને પાર્થકુમાર એચ. બરાસરા રોકાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments