મોરબી ડેઈલી: મોરબી શહેરમાં રાત્રિના સમયે મોડિફાઇડ સાઇલેન્સરવાળા ટુ વ્હીલર ચલાવી લોકોમાં ફફડાટ અને ઘોંઘાટ ફેલાવતા વાહનચાલકો વિરુદ્ધ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે મોરબી ટ્રાફિક શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા વી.સી. ફાટક, નટરાજ ફાટક, શક્તિ ચોક, ત્રાજપર ચોકડી, માળિયા ફાટક, ગોલા બજાર, નવા બસ સ્ટેશન અને ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન મોડિફાઈડ સાયલેન્સરવાળા 15 જેટલા વાહનોને ડીટેન કરવામાં આવ્યા હતા અને 11,000 થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
આ કડક કામગીરી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ઘેલાની ટીમ, એ ડિવિઝન સ્ટાફ અને બી ડિવિઝન સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવમાં પીએસઆઇ ડી.બી. ઠક્કર, એન.ઓ. અબડા, જમાદાર સુરેશભાઈ, મહેન્દ્રભાઈ, કોન્સ્ટેબલ દેવાયતભાઈ, કુલદીપ સિંહ અને જયેશભાઈ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા..










