Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ખોખરા હનુમાન ધામમાં 28 નવેમ્બરથી પાંચ દિવસીય ધર્મોત્સવ ઉજવાશે

મોરબીના ખોખરા હનુમાન ધામમાં 28 નવેમ્બરથી પાંચ દિવસીય ધર્મોત્સવ ઉજવાશે

મોરબી : કેશવાનંદ બાપુની અહૈતુક કૃપા પ્રસાદ સ્વરૂપ, ભજનભૂમિ ખોખરા હનુમાન હરિહરધામના પાવન પરિસરમાં કનકેશ્વરી દેવીજીની પ્રેરણા અનુસાર માગશર સુદ નોમ શુક્રવાર તારીખ 28 નવેમ્બર 2025 થી માગશર સુદ તેરસ મંગળવાર તારીખ 2 ડિસેમ્બર 2025 સુધી સાધુ-સંતો તથા વિદ્વાન આચાર્યોના પાવન સાનિધ્યમાં પંચ દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ખોખરા હનુમાન હરિહરધામ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં પંચમુખાત્મક શ્રી વિષ્ણુ મહાયજ્ઞ તા.28 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી યોજાશે. તા.29 નવેમ્બર ને રાત્રે 9:30 કલાકે સંતવાણી ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. જેમાં કલાકાર પરસોત્તમપરી બાપુ હાજરી આપશે. તા.30 નવેમ્બર ને સવારે 7 કલાકથી ધર્મસભા યોજાશે જેમાં જયશ્રીદાસ માતાજી હાજરી આપશે. શ્રી નવગ્રહ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા ધૂણી સ્થાપના તા.30 નવેમ્બર ને બપોરે 12 કલાકે યોજાશે. યજ્ઞપૂર્ણાહુતિ તા. 2 ડિસેમ્બર ને બપોરે 12:30 કલાકે થશે. તો આ દિવ્ય ધર્મોત્સવનો લાભ લેવા ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ તથા સદગુરુ પરિવાર, ભારત દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments