Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedહળવદમા જુગારના ત્રણ દરોડામાં 18 જુગારી ઝડપાયા

હળવદમા જુગારના ત્રણ દરોડામાં 18 જુગારી ઝડપાયા

સુંદરગઢ, રણમલપુર અને રણમલગઢ ગામે શ્રાવણીયા જુગાર ઉપર પોલીસનો સપાટો

હળવદ : શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ જુગારીઓની મોસમ ખીલી હોય તેમ જુગારીઓ પટમાં આવ્યા છે. હળવદના રણમલગઢ, સુંદરગઢ અને રણમલપુર ગામેથી પોલીસે શ્રાવણીયો જુગાર રમતા 18 ખેલૈયાઓને હળવદ પોલીસે ઝડપી લઇ રૂપિયા 78 હજારથી વધુની રોકડ રકમ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ દરોડામાં રણમલપુર ગામે શક્તિભાઈ કરસનભાઈની વાડીની બાજુમાં ટોર્ચ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી શક્તિભાઈ કરસનભાઈ ભોરણીયા, અશોકભાઈ ધનજીભાઈ અદ્રોજા, નિલેશભાઈ ઘનશ્યામભાઈ ત્રેટિયા રહે ત્રણેય રણમલપુર અને બાબુભાઈ કાનજીભાઈ પાટડીયા રહે ઘણાદ વાળાને રૂપિયા 45,230 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે બીજા દરોડામાં પોલીસે હળવદના સુંદરગઢ ગામે ભરતભાઈ કાળુભાઈના મકાનની બાજુમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પાના ટીચતા ઘનશ્યામભાઈ પ્રભુભાઈ પરમાર, બળદેવભાઈ ઘોગજીભાઈ ડાભી, રાજેશભાઈ છેલાભાઈ ગિન્ગોરા, નાજાભાઇ રાણાભાઇ ગિન્ગોરા, રમેશભાઈ કરણાભાઈ લીલાપરા, મુકેશભાઈ જગાભાઈ ચરમારી, ભરતભાઈ કાળુભાઈ ખાંભળીયા અને દશરથભાઈ કમાભાઈ લીલાપરા રહે બધા સુંદરગઢને રૂપિયા 16,440 ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં પોલીસે રણમલપુર ગામે નાગરભાઈ જાદુવભાઈ ના મકાનની બાજુમાં શેરીમાં જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા નાગરભાઈ જાદુભાઈ વિરાણી, મહેશભાઈ જયંતીભાઈ પારેજીયા, ઉમેશભાઈ જયંતીભાઈ દવે, ઘનશ્યામભાઈ ધીરુભાઈ વિરાણી,વાસુદેવભાઈ જસરાજભાઈ વરમોરા અને રાજેશભાઈ શામજીભાઈ વરમોરા રહે બધા રણમલપુર વાળાને રોકડા રૂપિયા 17,060 સાથે તીનપતિ રમતા ઝડપી લઇ જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી વ્યાસ,પીએસઆઇ વાય.પી વ્યાસ,એ.એસ.આઇ અજીતસિંહ સિસોદિયા,વિપુલભાઈ નાયક,દેવેન્દ્રસિંહ ઝાલા,ગંભીરસિંહ ચૌહાણ,હરવિજયસિંહ સિંહ ઝાલા, કમલેશભાઈ પરમાર,સાગરભાઇ કુરિયા, મયુરભાઈ ધ્રાધશા સહિતનાઓ જોડાયેલા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments