Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પાટીદાર વુમન્સ ગ્રુપ આયોજિત મેડિકલ કેમ્પનો 300 લોકોએ લીધો લાભ

મોરબીમાં પાટીદાર વુમન્સ ગ્રુપ આયોજિત મેડિકલ કેમ્પનો 300 લોકોએ લીધો લાભ

મોરબી : “સેવા એ જ પરમ ધર્મ” ના સૂત્રને સાર્થક કરતું પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં ૩૦૦ થી વધુ દર્દીઓએ સેવા આપી હતી.

મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા આઈ એમ એના સહયોગ થી મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જે કેમ્પમાં મોરબીના નામાંકિત ડોક્ટર ડો ઉમેશ ગોધવિયા, ડો યશ કડીવાર, ડો મિરલ આદ્રોજા, ડો અંકિતા પટેલ,ડો વિપુલ કાવર, ડો જયેશ સનાળિયા, ડો ઋષિ વાસદડિયા અને ડો નિધિ સુરાણી સહિતના ડોક્ટર સેવા આપી હતી તો આ કેમ્પમાં ૩૦૦ થી વધુ ડોકટરો સેવા આપી હતી તો દવા પણ ની શુલ્ક આપવામાં આવી હતી

આ પ્રસંગે ગુજરાત સરકારના શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા,ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, પાટીદાર કન્યા છાત્રાલય સંચાલક મંડળના અગ્રણીઓ શ્રી બેચરભાઈ હોથી, શ્રી એ.કે.પટેલ,ત્રંબકભાઈ ફેફર,વસંતભાઈ પટેલ, તથા રફાડેશ્વર જી.આઈ.ડી.સી. ના પ્રમુખશ્રી અમિતભાઈ કાસુન્દ્રા વિગેરે મહાનુભાવોના હસ્ત દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પ ને ખુલો મુકાયો હતો.

પાટીદાર વુમન્સ ગ્રુપના અગ્રણી સાધનાબેન ઘોડાસરા,કાજલબેન આદ્રોજા,આશાબેન ભાલોડિયા, ક્રિષ્નાબેન પનારા, ચંદાબેન કાબરા, ભારતીબેન રંગપરિયા,અલ્પાબેન કાસુન્દ્રા, નીરૂબેન સરડવા, ડો અંકિતા પટેલ અને રૂપલબેન પનારા સહિતના સભ્યોએ સહયોગ આપી કેમ્પને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments