Sunday, July 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની પી જી પટેલ કોલેજમાં Freshers Party યોજાઈ

મોરબીની પી જી પટેલ કોલેજમાં Freshers Party યોજાઈ

મોરબીની પીજી પટેલ કોલેજ ટ્રસ્ટી શ્રી દેવકરણભાઈ આદ્રોજા તથા જતીનભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી ઉત્કર્ષ માટે સતત કાર્યશીલ છે તે અંતર્ગત કોલેજમાં પ્રથમ વર્ષના નવા વિદ્યાર્થીઓને આવકારવા માટે ખાસ Freshers Party નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા તેમજ પ્રથમ વર્ષના નવા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા..આ પાર્ટીમાં મનોરંજનસભર અનેકવિધ રમતો અને રજૂઆતો કરવામાં આવી હતી.

કોલેજમાં નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓ સિનિયર વિદ્યાર્થીઓ સાથે હળી મળી શકે અને તેમના વચ્ચે આત્મીયતા ભર્યા સંબંધો અને સુમેળ સ્થપાય તેવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનને સફળ બનાવવામાં પી.જી પટેલ કોલેજના આચાર્યશ્રી ડો. રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments