મોરબી: સમગ્ર દેશની સાથે મોરબીમાં પણ આગામી 6 ડિસેમ્બર, 2025 ને શનિવારના રોજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીનો 69મો મહાપરિનિર્વાણ દિવસ ભવ્ય રીતે ઉજવાશે. સ્વયમ્ સૈનિક દળ, મોરબી દ્વારા આ નિમિત્તે ભવ્ય મહારેલી, મહાસલામી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત મૂળનિવાસી સમાજને આ કાર્યક્રમમાં જોડાઈને ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના રાષ્ટ્ર માટે આપેલા મહાન યોગદાન અને બલિદાનને યાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. મહારેલીની શરૂઆત સવારે 9 વાગ્યે ઉમિયા નગરથી થશે. રેલી સોઓરડી, નટરાજ ફાટક, મયુરપુલ, દરબારગઢ, સબજેલ, વાઘપર, શનાબારોડ, થઈને સિવિલ હોસ્પિટલ ખાતે ડૉ. બાબાસાહેબના સ્ટેચ્યૂને સલામી આપશે. ત્યારબાદ રેલી નહેરુ ગેટ ગેસ્ટ હાઉસ, શક્તિચોક, વીસીફાટક, રેલવે સ્ટેશન, કુબેર નગર, અને લાયન્સ નગર ખાતે સમાપ્ત થશે. રેલીના સમાપન બાદ રોહિદાસ પરા ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાબાસાહેબના વિચારો અને સિદ્ધાંતો પર પ્રકાશ પાડવામાં આવશે. સ્વયમ્ સૈનિક દળ, મોરબી દ્વારા સમગ્ર મૂળનિવાસી સમાજને આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવાયું છે.











