Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedહળવદ તાલુકાના ટીકર ગામે ખાણ ખનીજ વિભાગનો સપાટો, બે કરોડથી વધુ મુદ્દામાંલ...

હળવદ તાલુકાના ટીકર ગામે ખાણ ખનીજ વિભાગનો સપાટો, બે કરોડથી વધુ મુદ્દામાંલ જપ્ત

ભુસ્તરશાત્રીશ્રી-મોરબી ખાણ-ખનીજ વિભાગના અધિકારી જે એસ વાઢેરની સુચનાથી અને એમના માર્ગદર્શન હેઠળ તેમની ક્ષેત્રીય ટીમનાં રોયલટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને માઇન્સ સુપરવાઇઝર મિતેષ ગોજીયા દ્વારા હળવદ તાલુકાના ટીકર ગામમાં ખનીજચોરી બાબતે ફરિયાદો મળતા રેડ કરી હતી જ્યાંથી ચાર એક્સકેવેટર મશીનો અનુક્રમે (1) HYUNDAI કંપનીનાં એસ્કેવેટર મશીન સિરિયલ નંબર  HNDQ401AE0002588 જેના ઓપરેટર જીલાભાઈ મુન્નાભાઈ ભરવાડ રે. મિયાણી તા હળવદ જી મોરબી અને માલિક ગાંડાભાઈ રેવાભાઈ ઝાપડા રે. નાના કેરાળા તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર (2) HYUNDAI મશીન સિરિયલ નં HYNDQ402JE0000947 જેના ઓપરેટર અને માલિક સબીરભાઈ અકબરભાઈ સંઘી રે. ટીકર તા. હળવદ જી. મોરબી  (3)  HYUNDAI મશીન સિરિયલ નં HYNDQ402AE0001333 જેના ઓપરેટર મનીષકુમાર હરદેવરાય યાદવ રે. સિરસિયા જી. મોતીધરી રા. બિહાર અને માલિક વશરામભાઇ છગનભાઈ ખોખાણી રે. નાના કેરાળા તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર (4) HYUNDAI મશીન સિરિયલ નં Q402D00508 જેના ઓપરેટર પપ્પુ હરિરામ યાદવ રહે. ગીરોના તા થાના જી દરબંગા રા બિહાર અને માલિક સોલંકી નિર્મળસિંહ રણજીતસિંહ રે નાના કેરાળા તા વઢવાણ જી સુરેન્દ્રનગર અને આ ચાર મશીનો દ્વારા ગેરકાયદેસર ખનન કરેલ સાદીરેતી વહન કરવા હેતુ સ્થળેથી 02 ડમ્પર અનુક્રમે (1) GJ32T3077 ચાલાક મુકાભાઈ મુન્નાભાઈ ભરવાડ રે મિયાણી તા હળવદ માલિક રૈયાભાઈ કાળુભાઇ ઝાપડા રે નાના કેરાળા તા વઢવાણ (2) ડમ્પર નં GJ13AW9079 ચાલાક  હરિસિંગ રાવત અને માલિક રણજીતસિંહ મધુભા સોલંકી રે નાના કેરાળા તા વઢવાણ. ઉક્ત 04  હ્યુન્ડાઇ કમ્પનીનાં મશીનો અને 02 ડમ્પરોને ગેરકાયદેસર સાદિરેતી ખનીજનાં ખોદકામ કરી વહન કરવા બદલ સીઝ કરી  હળવદ પોલીસ સ્ટેશન  ખાતે કસ્ટડીમાં મુકવામાં આવેલ તેમજ નિયમોનુસાર આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments