Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની નવનિર્માણ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા

મોરબીની નવનિર્માણ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા

મોરબીમાં અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ તથા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વાવડી રોડ ખાતે આવેલ નવનિર્માણ વિદ્યાલયમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તથા વાત્સલ્યભાઈ ગડારા દ્વારા બાળકોને વ્યસન થી થતાં નુકસાન તથા ગેરફાયદા વિશે સમજણ આપી તથા સમાજને વ્યસન મુક્ત કરવા માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ શાળાના સંચાલક રાજકુમાર લો, હરેશભાઈ કુંડારિયા તથા રાજેશભાઈ ચનિયારા તથા નવનિર્માણ વિદ્યાલયના સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવનિર્માણ વિદ્યાલયના સંચાલક રાજેશભાઈ ચનિયારા એ કર્યું તથા કાર્યક્રમના અંતે સંચાલક હરેશભાઈ કુંડારિયાએ આવેલ અધિકારી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના નવનિર્માણ વિદ્યાલય વતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments