મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમાજ મોરબી માળીયા તાલુકા દ્વારા તા. 7-12-2025ને રવિવારના રોજ સાંજે 4 કલાકે ટીંબાવાડી મેલડી મંદિર, મોરબી-2 ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી માળીયા તાલુકા દ્વારા સમસ્ત ચુવાળીયા ઠાકોર સમાજને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.











