Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીમાં રૂ.13.99 કરોડના ખર્ચે 8 નવા રોડ બનાવવાની મંજૂરી

મોરબીમાં રૂ.13.99 કરોડના ખર્ચે 8 નવા રોડ બનાવવાની મંજૂરી

મોરબી : મોરબી શહેરમાં જુદા જુદા 8 ડામર રોડના રૂ.13.99 કરોડના કામો મંજુર થયા છે. આ ડામર રોડના કામોને સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લીલીઝંડી મળી છે. જેથી મહાનગરપાલિકા દ્વારા તાંત્રિક તથા વહીવટી મંજુરી આપી દેવામાં આવી છે.

મોરબીના નવલખી રોડથી શ્રધ્ધા પાર્ક સુધી રોડનું કામ રૂ.1.19 કરોડના ખર્ચે, જુની પોસ્ટ ઓફસથી નજરબાગ ફાટક સુધી રોડનું કામ રૂ.73 લાખના ખર્ચે, સુપર ટોકીઝથી આસ્વાદ પાન સુધી રોડનું કામ રૂ.17 લાખના ખર્ચે , સ્ટેટ હાઈવેથી રોહિદાસ પરા સુધી રોડનું કામ રૂ.2.44 કરોડના ખર્ચે, વાવડી ગામથી નંદીઘર સુધી રોડનું કામ રૂ.3.80 કરોડના ખર્ચે, ઉમીયાનગરથી જુના રફાળેશ્વરની ફાટક સુધી રોડનું કામ રૂ. 1.79 કરોડના ખર્ચે, કાલીન્દ્રી નદીથી જુના ઘુંટુ રોડ સુધી રોડનું કામ રૂ.2.32 કરોડના ખર્ચે, ઈડન ગાર્ડનથી બોરીયા પાટી નાલા સુધી રોડનું કામ રૂ.1.55 કરોડના ખર્ચે કરવામાં આવશે.આ તમામ કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેનાથી આ રોડ પર આવેલ સોસાયટીના રહેવાસીઓ અને શહેરીજનોને સરળતા રહેશે. તેમ મહાપાલિકાના સિટી ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments