Saturday, May 16, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીમાં મેવાણીની મુલાકાત રંગ લાવી: વધુ એક વિસ્તારના પ્રશ્નો હલ થશે

મોરબીમાં મેવાણીની મુલાકાત રંગ લાવી: વધુ એક વિસ્તારના પ્રશ્નો હલ થશે

મોરબીના શનાળા ગામ નજીક આવેલ લાયન્સનગર વિસ્તારના લોકોની અનેક સમસ્યાઓ હતી. જેને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ ગઇકાલે રાત્રે વિસ્તારની મુલાકાત લીધી હતી. તે દરમિયાન લોકોએ ગટર, લાઇટ તથા ડોર ટુ ડોર કચરો ઉઠાવવા સહિતની સમસ્યા રજૂ કરી હતી. ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ અંગે લડી લેવા લોકોને જણાવી ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ત્યારે આજે વિવિધ સમસ્યાઓ મુદ્દે જીગ્નેશ મેવાણી અને એમની ટીમ તથા NSUI દ્વારા નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ તમામ સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેવી બાહેંધરી નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. રજૂઆત સંદર્ભે ડોર ટુ ડોરની ગાડી નિયમિત ચાલુ કરાશે, લાઈટની ફરિયાદ આગામી શનિવાર સુધીમાં હલ થશે, ગટર ઉભરાવવાની કામગીરી ત્વરિત હાથ ધરાશે. આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરોક્ત પ્રશ્નોની સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવનાર હોવાનું નગરપાલિકા દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments