
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચાલતી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) દ્વારા વિવિધ વીમા કંપનીઓ સાથે અકસ્માત વીમાનું કવચ ગ્રામ્ય લેવલ સુધીના અંત્યોદય ગ્રાહકો ને પ્રદાન કરવા માટે ખાસ કરારો થયેલા છે. આ યોજના અંતર્ગત એકદમ નજીવા દરો જેમ કે રૂપિયા 320, 559, 799 એમ અનુક્રમે રૂપિયા પાંચ લાખ, દસ લાખ અને પંદર લાખ નો અકસમાત વીમો આપવામાં આવે છે. આ યોજનનનો લાભ રમેશભાઈ બાબુભાઇ ટોયટા એ મોરબી નું મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતેથી માત્ર રૂ.499 ના નજીવા પ્રીમીયમમાં રૂ. 10 લાખનો વીમો તા.22-08-2023 ના રોજ ઉતારેલ હતો. માત્ર ચાર મહિના ના ટૂંકાગાળામાં તા.28-12-2023 રમેશભાઈ ટોયટા પોતાના બાઈકમાં સરવડ પાટીયા પાસે જતા હતા ત્યારૅ રોંગ સાઈડમાંથી આવતા ટ્રક સાથે સામેથી બાઈક અથડાતા તેમનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયેલ.
આવી મુસીબતના સમયે ભારતીય ટપાલ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સંવેદના દાખવી તેમના ધર્મપત્ની કાજલબેન રમેશભાઈ ટોયટાને તમામ પ્રકિયા પૂર્ણ કરી તેમના ખાતામાં રૂ.10 લાખની રકમ જમા અપાવેલ છે. મોરબીના સર્કિટ હાઉસ ખાતે આજ રોજ તેમને રકમની સ્મૃતિ પેટે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ના હસ્તે ચેક આપવા માં આવ્યો હતો. રમેશભાઈના આકસ્મિત મોટ બાદ તેમના પરિવારજનોને આગળનું જીવન નિર્વાહ કરવામાં મદદરૂપ થશે તેવું રમેશભાઈ ના પત્ની કાજલબેને કહ્યું હતું.













