
ભલગામડાં અને ચરાડવામા પોલીસની કાર્યવાહી
હળવદ : હળવદ પોલીસે ભલગામડાં અને ચરાડવામા ગામે જુગારના બે અલગ – અલગ દરોડા પાડી તીનપતિ અને વરલી મટકાનો જુગાર ઝડપી લઈ ચાર આરોપીઓને પકડી પાડયા હતા, જ્યારે એક આરોપી દરોડા દરમિયાન નાસી છૂટયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે જુગારના પ્રથમ દરોડામાં ભલગામડાં ગામની સીમમાં દરોડો પાડતા આરોપી જાદવભાઈ બાબુભાઈ ઈંદરીયા, મુકેશભાઈ ધનજીભાઈ દેત્રોજા અને ઉમેશભાઈ લાભુભાઈ પ્રજાપતિને રંગેહાથ તીનપતિ રમતા ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન આરોપી બાલો ઉર્ફે નોંઘો લખમણભાઈ ભરવાડ રહે. ભલગામડા વાળો નાસી જતા પોલીસે રોકડા રૂપિયા 22,300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં હળવદ પોલીસે ચરાડવા ગામે સ્વામિનારાયણ મંદિર પાછળ દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી હિરેન ઉર્ફે લાલો વલમજીભાઈ સોલંકી નામના શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










