Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ગરમ ધાબળાનું વિતરણ

વાંકાનેરમાં મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ગરમ ધાબળાનું વિતરણ

વાંકાનેર ખાતે પશુ પક્ષી મનુ સેવા કાર્યકર્તિ સંસ્થા મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષી અને માનવ સેવાના કાર્ય કરવામાં આવે છે. સાથોસાથ પરિસ્થિતિને ધ્યાને રાખી શ્રેષ્ઠ પ્રતિષ્ઠ સેવા ભાવીઓને સન્માનિત અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ તેમજ વિવિધ મહિલા બાળકો વૃદ્ધો નિરાધાર બહેનોની વહારે આવી સેવા લક્ષી કાર્યને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે હાલ ઠંડીની ઋતુમાં તારીખ 14/12/2025 ના રોજ વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો અને સરકારી હોસ્પિટલો રેલવે સ્ટેશન બસ સ્ટેશન વિસ્તારમાં દર્દીઓ મુસાફરો અને ફૂટપારી પર સુતા જરૂરિયાતમંદોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં સરકારી હોસ્પિટલમાં પરપ્રાંતીય મુસાફર દર્દીઓ અને અન્ય જરૂરિયાત મંદોને ગરમ ધાબળા અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચંદ્રપુર ખાતે પરપ્રાંતીય રાજ્યમાંથી રોજી રોટી ભિક્ષાવૃત્તિ કરવા આવેલને ગરમ ધાબળા અર્પણ કરી માનવતાની હુંફ પૂરી પાડવામાં આવી હતી.

જે કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જહાંગીરશા બાપુ તેમજ સંસ્થાના મંત્રી આરીફ દિવાન સહિત ઉપપ્રમુખ યાસીનશા શાહ મદાર વગેરે સંસ્થાના સેવાભાવી સભ્યો એજાદશા, સાહિલશા, સમીરશા, સહિતનાઓએ ઠંડીમાં ગરમ ધાબળા વિતરણ કર્યા હતા. ત્યારબાદ હવે પશુઓ માટે મુખ્ય માર્ગો પર મોડી રાત્રે રખડતા આખલા,ગૌ માતા, વાછરડાને ડોકમાં રેડિયમના પટ્ટા પહેરાવવામાં આવશે. જેથી રાત્રી એના સમયે વાહન ચાલકો કે રાહદારી અકસ્માતનો ભોગ ન બને. તેમજ વાંકાનેર પંથકના મુખ્ય હાઇવે રોડથી શહેરના વિવિધ વિસ્તારોમાં પશુઓને રેડિયમના પટ્ટા પહેરાવાનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments