મોરબી : મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ટ્રક વડે મહિલાને કચડી મૃત્યુ નિપજાવવાના કેસમાં આરોપી અમૃતભાઈ કેશુલાલ ચૌહાણને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા અચે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શ્રીવાસ્તવ સાહેબે મહત્વનો ચુકાદો આપતા આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.
મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં તા. ૩૧-૦૧-૨૦૨૪ ના રોજ ફરિયાદી રમણીકભાઈ કાનજીભાઈ ડાભીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ પોતાનો ટ્રક જીજે ૦૧ એક્ષ ૩૩૮૮ પુરઝડપે ચલાવી ફરિયાદીના પત્નીને ટક્કર મારી પાડી દઈને માથામાં ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું આરોપી અમૃતભાઈ ચૌહાણ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી ઝડપી લીધો હતો જે કેસ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે જીલ્લાના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા.
જે કેસ કોર્ટમા ચાલી જતા આરોપી તરફેના વકીલે ધારદાર દલીલો રજુ કરી હતી અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે આરોપી તરફે સીનીયેર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા, રવિ ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા











