મોરબી : મોરબીના વીર જવાન ગણેશભાઈ પરમાર દેશની રક્ષા કાજે શહીદ થયા છે. ત્યારે તેમના પરિવારને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના સભ્યોએ રૂબરૂ મળી સાંત્વના આપી રૂ.51 હજારનું આર્થિક યોગદાન આપ્યું છે. આ ઉપરાંત મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.દ્વારા સર્વે મોરબીવાસીઓને પોતાની યથાશક્તિ પ્રમાણે શહીદ પરિવારને આર્થિક યોગદાન આપવા અપીલ કરી છે. શહીદ પરિવારના બેન્ક એકાઉન્ટનો ક્યુઆર કોડ નીચે આપેલ છે.










