Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નીચી માંડલ નજીક પાનની દુકાનમાં નશાકારક ગોગો સ્ટીકનું વેચાણ કરતો એક...

મોરબીના નીચી માંડલ નજીક પાનની દુકાનમાં નશાકારક ગોગો સ્ટીકનું વેચાણ કરતો એક ઝડપાયો

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ મોરબી-હળવદ રોડ ઉપર શિવ કોમ્પ્લેક્ષ સ્થિત રાધે પાનની દુકાનમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીકનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે અસરકારક કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ તેમજ પોલીસ અધિક્ષક, મોરબીની સૂચનાનુસાર મોરબી તાલુકા પોલીસ દ્વારા ગુજરાત સરકારશ્રીના જાહેરનામાની કડક અમલવારી કરવામાં આવી રહી છે. આ અન્વયે ગેરકાયદેસર નશાકારક પદાર્થોના વેચાણ પર રોક લગાવવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરવામાં આવી હતી.

રેડ દરમિયાન રાધે પાનની દુકાનમાંથી ગેરકાયદેસર નશાકારક ગોગો સ્ટીકના વેચાણ સાથે સંકળાયેલ એક ઇસમ ઝડપાયો હતો. પોલીસે આરોપી વિપુલભાઇ વનજીભાઈ કૈલા (રહે. ઉમા રેસીડેન્સી, ઘૂંટુ રોડ, મોરબી) સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી કુલ ૩૫ નંગ નશાકારક ગોગો સ્ટીક કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ કાર્યવાહી પોલીસ ઇન્સપેકટર એસ. કે. ચારેલ, પોલીસ સબ ઇન્સપેકટર એસ. એચ. ભટ્ટ, પોલીસ સબ ઇન્સપેકટર ડી. ડી. જોગેલા તેમજ સર્વેલન્સ સ્ટાફ અને બીટ સ્ટાફના કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments