Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીમાં કલરની એજન્સી આપવાની લાલચ આપી યુવાનને રૂ.3.68 લાખનો ચુનો લગાવ્યો

મોરબીમાં કલરની એજન્સી આપવાની લાલચ આપી યુવાનને રૂ.3.68 લાખનો ચુનો લગાવ્યો

મોબાઈલ અને ઇ- મેઇલ નંબરને આધારે ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ

મોરબી : સાયબર ગઠિયા અવનવી તરકીબ અપનાવી લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે તેવામાં મોરબીના વાવડી રોડ પર રહેતા અને ખાનગી નોકરી કરતા યુવાનને બિરલા કલરની એજન્સી આપવાના નામે મોબાઈલ, ઇ – મેઈલ મારફતે સંપર્ક સાધી બેન્ક મારફતે ઓનલાઇન 3,68, 500 ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ કરવામાં આવતા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના નાની વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા હર્ષદભાઈ રતીલાલભાઈ કણઝારીયા ઉ.33 નામના ખાનગી નોકરી કરતા યુવાને પંજાબ નેશનલ બેન્ક,ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતા ધારક તેમજ અજાણ્યા મોબાઈલ અને ઇ – મેઈલ કરી બિરલા કલરની એજન્સીના નામે રૂ.3,68,500ની ઠગાઈ કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments