મોરબી : હાલ શિયાળાની ઋતુમાં અનેક નિરાશ્રિતો કડકડતી ઠંડીમાં ઠુઠવાતા હોય છે ત્યારે આ લોકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નિરાધાર લોકોને છતનો આશરો ન હોવાના કારણે રોડ પર રહેવા મજબૂર થતા હોય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન મુશ્કેલી અનુભવતા હોય છે. તો ઠંડીના કારણે અનેક લોકોના જીવ પણ ચાલ્યા જાય છે. નિરાધાર લોકોને રાહત મળી રહે તે હેતુથી ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી સેવાની જ્યોત જલાવી રહ્યું છે. ત્યારે ક્લબના અગ્રણી મેમ્બર કાજલબેન આદ્રોજાના સહયોગથી નિરાધાર લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું છે. મોરબીના રેન બસેરા ખાતે રહેતા અને ઠંડીમાં રોડ પર સૂતા લોકોને ઠંડીથી રાહત મળે તે માટે ક્લબના સભ્યોએ ધાબળા વિતરણ કરી માનવતાની મહેક ફેલાવી છે. આ તકે ક્લબ પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ દાતાઓ તેમજ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.











