Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં SIR અંતર્ગત બે શનિ અને રવિવારે મેગા કલેક્શન કેમ્પ

મોરબી જિલ્લામાં SIR અંતર્ગત બે શનિ અને રવિવારે મેગા કલેક્શન કેમ્પ

મોરબી : મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત મોરબી જિલ્લામાં તારીખ 27 અને 28 નડિસેમ્બર અને 3 અને 4 જાન્યુઆરી એટલે કે આગામી બે શનિવાર અને રવિવારના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મોરબી જિલ્લામાં મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મેગા કલેક્શન કેમ્પ અંતર્ગત BLO પોતાના મતદાન મથક પર હાજર રહેશે. જેથી મતદારો પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ શકશે અને વર્ષ 2002ની મતદાર યાદી સાથે લિંક થયેલ નથી તો ચૂંટણી પંચ દ્વારા માન્ય પુરાવા મતદાન મથક ખાતે જમા કરાવી શકાશે. આ ઉપરાંત નવા મતદાર માટે ફોર્મ નંબર 6, વિદેશમાં વસતા ભારતીય મતદારો માટે ફોર્મ 6A, નામ કમી કરવા માટે ફોર્મ 7, સરનામું વિગતો બદલવા માટે ફોર્મ 8 ભરી નામ નોંધણી અથવા ફેરફાર કરાવી શકાશે. જો આપની ઉંમર 01-01-2026 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય તો મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર 1950 પર સંપર્ક કરવા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments