મોરબી : માળિયા મિયાણાના ફતેપર ગામ નજીક પોલીસે ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા શખ્સને રૂ.36 લાખના મુદામાલ સાથે પકડી લઈ તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા મિયાણા પોલીસને બાતમી મળી હતી કે ફતેપર ગામના ખરાવાડમાં અમુક શખ્સો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી વેચાણ કરે છે. જે બાતમીના આધારે રેઇડ કરતા દિલીપભાઇ વરજાગભાઇ વિરડા જાતે આહીર ઉ.વ.૩૦ રહે. ફતેપરવાળાની ટેન્કર રજી નં. GJ-03-BY-6601 માંથી ડીઝલ ચોરી કરવાના પ્રયાસથી સાધનો સાથે રાખી ડીઝલ ચોરી કરે તે પહેલા જ કિ. ૩૬,૧૦,૯૨૩/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.











