મોરબી : મોરબીમાં આજે બે સ્થળોએ આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક રવાપર રોડ ઉપર અને બીજી રફાળેશ્વર પાસે આગ લાગી હતી.
મોરબીના રફાળેશ્વર ફાટક પાસે આવેલ પટેલ પેપર એન્ડ સ્ક્રેપમાં પડેલા ભંગારમાં કોઈ કારણોસર બપોરે આગ લાગી હતી. આ મામલે ફાયરની ટીમને જાણ થતાં ત્યાં દોડી જઇ આગ બુઝાવી હતી. બીજા બનાવમાં સાંજે મોરબીના રવાપર રોડ ઉપર મામા ફટાકડા સામે એક વંડામાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. ફાયરની ટીમે અહીં પણ દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.













