Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં અર્ટીગા કારમાંથી 7.183 કિલોગ્રામ ગાંજા સાથે બેને ઝડપી લેતી મોરબી એસઓજી...

વાંકાનેરમાં અર્ટીગા કારમાંથી 7.183 કિલોગ્રામ ગાંજા સાથે બેને ઝડપી લેતી મોરબી એસઓજી ટીમ

મોરબી : મોરબી શહેર – જિલ્લામાં નશીલા પદાર્થનું વેચાણ ચિંતાજનક રીતે વધ્યું છે ત્યારે એસઓજી એટલે કે, સ્પેશિયલ ઓપરેશ ગ્રુપ પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેર શહેરના ટાઉનહોલ નજીકથી અર્ટીગા કારમાંથી 7.183 કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી લઈ 10.72 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી એસઓજી પોલીસ ટીમને મળેલી બાતમીને આધારે વાંકાનેર ટાઉનહોલ નજીક દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલી જીજે – 04 – ડીએન – 3804 નંબરની અર્ટીગા કાર ચેક કરતા કારમાં બેઠેલા આરોપી લલિત ઉર્ફે લક્કી હેમંતભાઈ ધામેચા અને આરોપી વિજય સાગરભાઈ સારલા નામના બે શખ્સના કબ્જામાંથી 7.183 કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા 3,59,150, મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 10,000, રોકડા રૂપિયા 3500 તેમજ 7 લાખ રૂપિયાની અર્ટીગા કાર મળી કુલ રૂ.10,72, 650નો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર શહેર પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments