Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ખેડૂત બન્યા હનીટ્રેપનો શિકાર : ખેત મજૂરીના નામે મહિલાએ સાગરીતોની મદદથી...

મોરબીમાં ખેડૂત બન્યા હનીટ્રેપનો શિકાર : ખેત મજૂરીના નામે મહિલાએ સાગરીતોની મદદથી બ્લેક મેઈલ કરી રૂ.53 લાખ પડાવી લીધા

મહિલાએ ખેડૂત સાથે બીભત્સ હરકતો કર્યાના વિડીયો, ફોટા સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અપહરણ કરી બોટાદ લઈ જઈ એક દિવસ ગોંધી પણ રાખ્યાની 8 સામે ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં ખેડૂતને એક ગેંગે હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં મજૂર તરીકે આવેલી મહિલાએ કપડા ઉતારી ખેડૂત સાથે બીભત્સ હરકત કર્યાના ફોટો-વિડીયો તેના સાગરીતોએ ઉતારી ખેડૂતને બ્લેકમેલ કરી અપહરણ કરી ગોંધી પણ રાખ્યા હતા. આ રીતે ગેંગે ખેડૂત પાસેથી કટકે કટકે રૂ.53 લાખ પડાવ્યા હતા. આ મામલે ખેડૂતે ફરીયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે મહિલા સહિત 8 સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર વાડી ધરાવતા ખેડૂતે આરોપી ખુશીબેન પટેલ, મૂકેશભાઈ આલ, રામાભાઈ હાડગડા, જીલાભાઈ ભરવાડ, મનીશભાઈ ગારીયા, પાંચાભાઈ કોળી, કરણભાઈ ઉર્ફે કે.કે.વરૂ, દેવાંગ વેલાણી કોળી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ખેડૂતે જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી બહાર જવું હોય ત્યારે પાચાભાઈને ડ્રાઇવર તરીકે બોલાવતા હોય તેની સાથે સબંધ હતો. તેમને મજૂરની જરૂર હોવાની વાત કરતા તેમને સબંધીની બહેન જે ગોંડલના ખુશીબેન હોય તેમને રાખવાનો આગ્રહ કર્યો હતો. તેઓ એક યુવક અને બાળક સાથે વાડીએ આવ્યા હતા. જે તેઓના પતિ અને સંતાન હોવાની ઓળખ આપી હતી. ત્યારે તેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ ન હોવાથી મેં કામે રાખ્યા ન હતા.

થોડા દિવસ પછી તેઓનો ફોન આવ્યો હતો. તેઓ કામ માટે કરગરતા હતા. તેઓને હું ઉમિયા સર્કલ ખાતે તેડવા ગયો હતો. જ્યાંથી તેડીને વાડીએ પહોંચતા આ મહિલા પોતાના કપડા કાઢવા લાગતા તુરંત બે કાર આવી ગઈ હતી અને તે મહિલાએ મારી સાથે બીભત્સ હાલત હરકતો કર્યાના આ કારમાંથી 7 શખ્સો ઉતરી વિડીયો ફોટો લેવા લાગ્યા હતા. અને તેઓએ લાફા તેમજ ઝપાઝપી કરી હતી અને ફોટો- વિડીયો વાયરલ કરી દેવાની અને બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. મેં પહેરેલો અઢી તોલાનો ચેઇન તેઓએ લઈ લીધો હતો અને એક લાખ રોકડા માંગ્યા હતા. જે ઘરેથી લાવીને મેં આપી દીધા હતા. ઉપરાંત તેઓએ એમ કહ્યું કે અમારા સમાજમાં રૂ.1.11 કરોડમાં સમાધાન થાય છે. ફરી થોડા દિવસ બાદ આ લોકોએ પૈસા માંગતા મેં 100 ગ્રામના 3 સોનાના બિસ્કિટ આપ્યા હતા. બાદમાં વધુ એક સોનાનું બિસ્કિટ આપ્યું હતું.

ફરીવાર આવી સમાધાનના બહાને કારમાં બેસાડી બોટાદ લઈ જઈ એક દિવસ ગોંધી રાખ્યો હતો. આ રીતે રૂ.2.50 લાખનો સોનાનો ચેન, રૂ.50 લાખના 4 બિસ્કિટ અને 1 લાખ રોકડા મળી રૂ.53.50 લાખ તેઓએ પડાવી લીધા છે. આ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે મહિલા સહિત 8 લોકો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments