મોરબીમાં તા. 22-12-2025ના રોજ મહાનગરપાલિકાના નાયબ કમિશનર દ્વારા ક્લસ્ટર નં. 9ની વિઝીટ કરવામાં આવી હતી. જેમાં ક્લસ્ટર નં. 9ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઇન્ટની વિઝિટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજીપાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમજ જાહેરમાં ગંદકી કરતા 9 ઇસમોને રૂ. 3700નો દંડ કરવામાં આવ્યો. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દર મંગળવારે અઠવાડિક ખાસ સફાઈ જુંબેશ અંતર્ગત શહેરી વિસ્તારોમાં શનાળા – ધુનડા રોડ, કપિલા હનુમાન ચોકથી પંચાસર નાકા સુધી, બિલાલની મસ્જિદથી વિજયનગર નાકા સુધી, નગર દરવાજેથી દરબારગઢ, સત્યમપાનવાળી શેરી, હીરાસરી રોડ, લીલાપર ચોકડીથી આવાસ યોજના, L.E. College ગ્રાઉન્ડ, ગોલ્ડન માર્કેટ પાસે તથા બોનીપાર્ક ખાતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.













