મોરબી: સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ભગવાનજીભાઈ કુંવરજીભાઈ અમૃતિયા અને જીગ્નેશભાઈ ભગવાનજીભાઈ અમૃતિયાએ પોતાના પુત્ર કલ્પના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. તેમણે જેતપર રોડ પર આવેલી એક્ઝોટીકા ટાઇલ્સ એલએલપી ખાતે સંસ્કાર બ્લડ બેન્ક, મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું.
આ માનવતાવાદી કાર્યક્રમમાં કુલ 70 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કલ્પને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. જીગ્નેશભાઈ અમૃતિયાએ જન્મદિવસની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા કરીને સમાજને એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. સંસ્કાર બ્લડ બેન્ક તરફથી પ્રેરક સ.ગુ. પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ કેમ્પના સફળ આયોજન બદલ અમૃતિયા પરિવાર, રક્તદાતાઓ અને એક્ઝોટીકા ટાઇલ્સ પરિવારનો આભાર વ્યક્ત કરી કલ્પને શુભેચ્છા અને આશીર્વાદ પણ પાઠવ્યા હતા.













