મોરબી : ગુજરાત સરકારના બંદર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વર્ષ 2025ના અંતિમ દિવસે 17 અધિકારીઓને બઢતી સાથે બદલી કરવા હુકમ કર્યા છે જે અન્વયે મોરબી જિલ્લાને એઆરટીઓ કચેરી આરટીઓ તરીકે અપગ્રેડ થયા બાદ પ્રથમ આરટીઓ તરીકે હિંમતનગરથી તપનકુમાર મકવાણાને મુકવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના બંદર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બુધવારે સાંજે 17 આરટીઓ અધિકારીને વર્ગ 1માં બઢતી સાથે બદલી કરવા હુકમ કરવામાં આવ્યા છે. દરમિયાન મોરબી એઆરટીઓ કચેરીને ગુજરાત સરકારે એપ્રિલ મહિનામાં અપગ્રેડ કર્યા બાદ આજે થયેલ બઢતી બદલી હુકમ અન્વયે હિમતનગરથી તપનકુમાર મકવાણાની મોરબી આરટીઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.










