Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વોટ્સએપમાં આરટીઓ ચલણની APK ફાઈલ ખોલતા જ રૂ.2 લાખ ઉપડી ગયા

મોરબીમાં વોટ્સએપમાં આરટીઓ ચલણની APK ફાઈલ ખોલતા જ રૂ.2 લાખ ઉપડી ગયા

મોરબી : સાયબર માફિયાઓ વિરુદ્ધ દેશભરમાં કડક ઝુંબેશ ચાલી રહી છે અને સાયબર એજન્ટ બની મ્યુલ એકાઉન્ટ ભાડે આપનારને વીણી વીણીને પકડવામાં આવી રહ્યા છે તેવા સમયે જ મોરબીના યુવકને વોટ્સએપ પર આરટીઓ ચલણની APK ફાઇલ મોકલી બેન્ક એકાઉન્ટમાંથી રૂ.2 લાખ તફડાવી લેવાના બનાવમાં ફરિયાદ નોંધાઇ છે. જૂન 2025મા એસપી રોડ પર રહેતા યુવાન સાથે થયેલ છેતરપીંડીના આ કેસમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે.

મોરબી શહેરના એસપી રોડ પર યદુનંદન 4માં શિવાલય વાટિકામાં રહેતા અશ્વિનભાઈ ગોવિંદભાઈ શેરસિયા નામના વેપારી યુવાનને વોટ્સએપમાં ગત તા.16 જૂન 2025ના રોજ એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી આરટીઓ ચલણની APK ફાઇલ આવતા યુવાને APK ફાઇલ ખોલતા જ અશ્વિનભાઈના એચડીએફસી બેંકના ખાતામાંથી રૂ.2 લાખની રકમ ઉપડી ગઈ જતી. સાયબર ફ્રોડના આ બનાવમાં અશ્વિનભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટ ધારક, એનએસડીએલ પેમેન્ટ બેંકના ખાતા ધારક, આઇડીબીઆઈ બેંકના ખાતા ધારક તેમજ પંજાબ સિંધ બેંકના એકાઉન્ટ ધારક સહિત ચાર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments