Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની આંગડિયા પેઢીએ કચ્છના ટ્રાન્સપોર્ટરને રૂ.46.90 લાખનો ધૂંબો માર્યો

મોરબીની આંગડિયા પેઢીએ કચ્છના ટ્રાન્સપોર્ટરને રૂ.46.90 લાખનો ધૂંબો માર્યો

આંગડિયા પેઢીના માલિક અને કર્મચારીએ કચ્છના ટ્રાન્સપોર્ટરની ટ્રક ભાડાની રૂ.46.90 લાખની રકમની ઠગાઈ કર્યા ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે ધરતી ટાવરમાં આવેલ વર્ષો જૂની ડી.બાબુલાલ આંગડિયા પેઢીના માલિક અને કર્મચારી કચ્છના ટ્રાન્સપોર્ટરની ટ્રક ભાડાની રૂ.46.90લાખની રકમ ઓળવી જતા ચોંકાવનારી છેતરપિંડીની રકમ મામલે ટ્રાન્સપોર્ટર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

કચ્છ ભુજના માધાપર ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા કલ્પેશભાઈ રમેશભાઈ ઠક્કર ઉ.વ.36એ મોરબી ધરતી ટાવરમાં આવેલ ડી.બાબુલાલ આંગડિયા પેઢીના કર્મચારી એવા આરોપી દિલીપસિંહ કનુભાઈ ગોહિલ રહે.પંચાસર, તા.શંખેશ્વર જી.પાટણ અને આરોપી એવા આંગડિયા પેઢીના માલિક જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ પટેલ રહે.સેટેલાઇટ ચોક, પુષ્કરધામ, રાજકોટ વાળા તેમજ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી કચ્છમાં નીકળતા કોલસાની મોરબીના સિરામિક ઉદ્યોગને સપ્લાય કરતા હોવાથી ટ્રક ભાડાની રકમ ડી.બાબુલાલ આંગડિયા પેઢીમાં જમાં કરાવી બાદમાં મંગાવી લેતા હતા. દરમિયાન ગત તા.13 ઓક્ટોબરના સમયગાળામાં સાહેદ અમિતભાઇ મહેશભાઈ ભટાસણા અને મહેશભાઈ ઘનશ્યામભાઈ હડિયલ રહે.મોરબી વાળાઓએ ટ્રાન્સપોર્ટર કલ્પેશભાઈના અને સાહેદ સુનિલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરના કહેવાથી કુલ રૂપિયા 46,90,700 દિલીપસિંહ પાસે જમાં કરાવ્યા હતા. જે નાણાં આજદિન સુધી અનેક વખત ઉઘરાણી કરવા છતાં નહિ આપતા અંતે સમગ્ર મામલે આંગડિયા પેઢીના કર્મચારી તેમજ માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments